Tuesday, 31 May 2011

GUJRATISAHITYA

ચંદ્રકાંત બક્ષી

by kalpesh87
ચંન્દ્રકાન્ત કેશવલાલ બક્ષી આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય લેખકોમાંના એક છે. તેમનો જન્મ પાલનપુર ખાતે ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ થયો હતો. તેમના કુટુંબમાં તેમની પુત્રી રીવા અને પત્ની બકુલા (જેઓ તેમના પહેલા અવસાન પામ્યા હતા) હતા. વ્યવસાયે તેઓએ વેપારથી શરૂઆત કરી અને ઇતિહાસ અને રાષ્ટ્રવિજ્ઞાન વિષયોમાં મુંબઇ વિશ્વવિદ્યાલય ખાતે અધ્યયન કાર્ય કર્યુ હતું, ત્યારબાદ તેઓ વિવિધ સામયિકોમાં લેખ લખતા હતા. તેઓ મુંબઇના શેરીફ પદે પણ રહી ચૂક્યા હતા.
૨૫ માર્ચ, ૨૦૦૬ ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું.
૨૬ એપ્રિલ, ૨૦૦૮ ના રોજ શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય મંડળ, રાજકોટ દ્વારા ચંદ્રકાંત બક્ષીનાં જીવન પર બે ડીવીડી બહાર પાડવામાં આવી હતી.

અનુક્રમણિકા

[છુપાવો]

શિક્ષણ

સર્જન

ચિત્ર:ChandrakantBaxi.jpg
“ચંદ્રકાંત બક્ષી – તેમનાં સર્જન સાથે, ફોટો સ્ત્રોત: દિવ્ય ભાસ્કર સમાચારપત્ર”
ચંદ્રકાંત બક્ષીનું સંપૂર્ણ સર્જન વિષય પ્રમાણે નીચે પ્રમાણે છે.
  • આત્મકથા: બક્ષીનામા (ભાગ ૧,૨,૩)
  • ઇતિહાસ/સંસ્કૃતિ:
  1. મેસોપોટેમિયાની સંસ્કૃતિ – ૧૯૭૨
  2. ગ્રીસની સંસ્કૃતિ – ૧૯૭૩
  3. ચીનની સંસ્કૃતિ – ૧૯૭૪
  4. યહૂદી સંસ્કૃતિ – ૧૯૭૫
  5. આભંગ – ૧૯૭૬
  6. ઇજિપ્તની સંસ્કૃતિ – ૧૯૭૬
  7. તવારીખ – ૧૯૭૭
  8. રોમન સંસ્કૃતિ – ૧૯૭૭
  9. પિકનિક – ૧૯૮૧
  10. વાતાયન – ૧૯૮૪
  11. સ્પીડબ્રેકર – ૧૯૮૫
  12. ક્લોઝ-અપ – ૧૯૮૫
  13. ચંદ્રકાંત બક્ષીના શ્રેષ્ઠ નિબંધો – ૧૯૮૭
  14. વિજ્ઞાન વિશે – ૧૯૯૨
  15. સ્ટોપર – ૧૯૯૫
  16. સ્પાર્કપ્લગ – ૧૯૯૫
  • યુવાનોને સપ્રેમ.. શ્રેણી:
  • સંકલન:
  • નવલકથા:
  • જીવનનનું આકાશ… શ્રેણી:
  • વાર્તાસંગ્રહ:
  • નાટક:
  1. જ્યુથિકા
  2. પરાજય
  • ગુજરાત/પ્રવાસ:
  • વિકલ્પ શ્રેણી:
  • અન્ય ભાષામાં અનૂદિત:
  • જ્ઞાન-વિજ્ઞાન શ્રેણી:
  • રાજકારણ:
  • પ્રકીર્ણ:
  • ચાણક્ય ગ્રંથમાળા:
  • નવભારત શ્રેણી:
  • વાગ્દેવી શ્રેણી:
  • નમસ્કાર શ્રેણી:

કોલમ

Edit
June 1, 2011

ગુણવંત શાહ

by kalpesh87
ઢાંચો:Infobox Writer ગુણવંત શાહ (ગુજરાતી: ગુણવંત શાહ), એ ડૉ. ગુણવંત બી. શાહ તરીકે પણ જાણીતા છે, (૧૯૩૭માં રાંદેર, સુરત, ગુજરાતમાં જન્મ) તેઓ જાણીતા વિચારક, લેખક અને પત્રકાર છે.[૧][૨] ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજીતરામ સુવર્ણ ચંદ્રક તેઓને ૧૯૯૭માં મળ્યો હતો. [૧]

અનુક્રમણિકા

[છુપાવો]

પ્રારંભિક જીવન અને શિક્ષણ

ગુણવંત શાહનો જન્મ ૧૨મી માર્ચ, ૧૯૩૭નાં રોજ ભારતનાં ગુજરાત રાજ્યનાં સુરત શહેરનાં રાંદેર વિસ્તારમાં થયો હતો.[૧] તેમણે સુરત અને વડોદરામાં શિક્ષણ લીધું.[૧]શિક્ષક તરીકે

સાહિત્યિક કાર્યો

  • મહંત, મુલ્લા, પાદરી, ૧૯૯૯.[૪]
  • કૃષ્ણનું જીવનસંગીત (મીન્સ ‘રિધમ ઓફ લૉર્ડ કૃષ્ણ‘ઝ લાઇફ’) .[૫]
  • વિચારોનાં વૃંદાવનમાં (મીન્સ ‘ઇન ધ હેવનલી ગાર્ડન ઓફ થોટ્સ’) [૫]
  • અસ્તિત્વનો ઉત્સવ (મીન્સ ‘સેલીબ્રેશન ઓફ એક્ઝિસ્ટન્સ’) [૫]

[ફેરફાર કરો] વર્તમાન જીવન

He currently stays at Jai Prakash Narayan Road (also known as Old Padra Road or Juna Padra Road) in Vadodara. He currently writes in Divya Bhaskar, a leading Gujarati newspaper and Navneet Samarpan, a leading Gujarati magazine. Mr Gunvant Shah belongs to that category of writers who toe the government line. Of late, he is under fire for openly subscribing to fake encounters in Gujarat and writing pieces defending perpetrators of crime. Known journalist Urvish Kothari wrote a good piece criticising Mr Gunvant Shah for toeing Government of Gujarats line.

[ફેરફાર કરો] પુરસ્કારો અને ઓળખ

  1. Ranjitram Suvarna Chandrak, highest literary award in Gujarati literature in 1997.[૧]
  2. He has represented India at the UNESCO Seminar in Leipzig, East Germany in 1979 .[૩]
  3. He was a consultant to Asian Development Bank, Manila for education in Bangladesh during 1984-85.[૩]
Edit
June 1, 2011

કનૈયાલાલ મુનશી

by kalpesh87
પુરું નામ: કનૈયાલાલ માણેકલાલ મુનશી
ક.મા.મુનશી એ સત્યાગ્રહ ના સમયના બહુપાર્શ્વીય વ્યક્તિત્વ ધરાવનાર લેખક હતાં. સત્યાગ્રહની ચળવળમાં આગળ પડતો ભાગ ભજવવા ઉપરાંત તેઓ એક વકીલ અને ઇતિહાસકાર હતાં. પરંતુ તેમને સૌથી વધુ ખ્યાતિ એક લેખક તરીકે મળી. તેમની નવલકથાઓ મોટા ભાગે ઐતિહાસીક કથાનકો પર આધારીત રહેતી. તેમની નવલકથાઓ માં તેમના ઇતિહાસ ના રસ અને જ્ઞાન નો પ્રભાવ ચોખ્ખો દેખાય છે, જે તેમને બીજા તમામ ગુજરાતી નવલકથાકારોથી જુદા પાડે છે.
કનૈયાલાલ મુનશીના મૃત્યુ પછી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા તેમની લખેલી રચનાઓનો સંગ્રહ મુનશી ગ્રંથાવલી તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

જીવન ઝરમર

  • ૧૯૦૪- ભરૂચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના
  • ૧૯૧૨ – ‘ભાર્ગવ’ માસિકની સ્થાપના
  • અલારખીયાના ‘વીસમી સદી’ માસિકમાં પ્રસિધ્ધ ધારાવાહિક નવલકથાઓ લખતા.
  • ૧૯૨૨- ‘ગુજરાત’ માસિક નું પ્રકાશન
  • ૧૯૨૫- મુંબઇ ધારાસભામાં ચુંટાયા
  • ૧૯૩૦-૩૨ – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ
  • ૧૯૩૭-૩૯ – મુંબઇ રાજ્યમાં ગૃહપ્રધાન
  • ૧૯૪૬- ઉદયપુરમાં અખિલ ભારત હિન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • ૧૯૪૮- હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા
  • ૧૯૫૭- રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ
  • ૧૯૫૪- વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ
  • ૧૯૫૯ – ‘સમર્પણ’ માસિકનો પ્રારંભ
  • ૧૯૬૦- રાજકારણમાંથી નિવૃત્ત

 સાહિત્ય કૃતિઓ

કનૈયાલાલ મુન્શીની પહેલી નવલકથા “પાટણની પ્રભુતા” જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ રાખ્યુ. “જય સોમનાથ” એ “રાજાધિરાજ” પછીની લખાયેલ ક્રુતી છે પણ હમેશા પહેલી ગણાય છે.
જીવનના અંતિમ વર્ષોમાં તેઓ ક્રુષ્ણ ભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના “કૃષ્ણાવતાર” છે. જે અધુરી છે.
તેમણે લખેલ સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે.
આ સિવાય ઘણી કૃતિઓ તેમણે અંગ્રેજીમાં પણ લખી છે.
Edit
June 1, 2011

રમેશ પારેખ

by kalpesh87
રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. આ ‘છ અક્ષરનું નામ’ આજે અચાનક અ-ક્ષર થઈ ગયું. સમયના કોઈ ખંડમાં હિંમત નથી કે એના નામ પાછળ ‘હતાં’ લખી શકે. રમેશ પારેખ ‘છે’ હતાં, ‘છે’ છે અને ‘છે’ જ રહેશે !
અમરેલીમાં જન્મ. મેટ્રિક સુધી અભ્યાસ. કર્મભૂમિ રાજકોટ. પત્ની રસિલાબેન અને નીરજ, નેહા સંતાનો. સરકારી કારકૂની પણ કરી. દુનિયાદારીમાં મન ન લાગે અને કલમ દિશાહીન. સંગીત, ચિત્રકળા, જ્યોતિષ અને કવિતામાં ઊંડો રસ. માંહ્યલો તો શબ્દોથી ફાટફાટ પણ હનુમાનને સાગરલંઘનની ક્ષમતા કયો જામવંત યાદ કરાવે? રજનીકુમાર પંડ્યા અને અનિલ જોશી નામના અંગદ ન મળ્યાં હોત તો રમેશ નામનો હનુમાન શબ્દ-સાગર લાંધી શક્યો હોત કે કેમ એ પ્રશ્ન છે. રજનીકુમાર કવિતા લખવા પ્રેરે અને અનિલ જોશી વાર્તા લખવા માટે. ચિડાઈને એકવાર ર.પા.એ રજનીકુમારને કહી દીધું: ‘ સાલા, તું વાર્તાકાર છે એટલે મને કવિતામાં ધકેલે છે અને પેલો અનિલ કવિ છે એટલે મને વાર્તા લખવા કહે છે. સાલાઓ, તમે બધાં મારાથી ડરો છો’.
સાંઠનો દાયકો પતવા આવ્યો અને ર.પા.એ પોતાની જાત સાથે અનુસંધાન સાધી લીધું. લોહી કવિતા બની કાગળ પર વહેવા માંડ્યું. સોનલકાવ્યો એ એમનો પર્યાય બની ગયાં. સુરેશ દલાલ કહે છે:’ એમની કવિતામાં આવતી સોનલ પૂર્વજન્મની સ્મૃતિ છે, આ જન્મની અટકળ છે અને આવતા જન્મનું આશ્વાસન છે’. આલા ખાચરના કાલ્પનિક પાત્ર વડે કાઠિયાવાડના બાપુઓની મનોદશા અને દશાનું વ્યંગાત્મક અને કરુણ આલેખન આપણી કવિતામાં નોખું જ સ્થાન ધરાવે છે. મીરાંકાવ્યોમાં ર.પા.ની આધ્યાત્મિક્તા એવી તો સહજતાથી ઊઘડે છે કે કૃષ્ણને પણ અદેખાઈ આવે. ચમત્કૃતિથી ભરપૂર કવિતામાં ક્યાંય સસ્તી ચાલાકી કે શબ્દરમત જોવા ન મળે એ ર.પા.ની વિશેષતા. અરૂઢ વિષયોને અરૂઢતાથી, અવનવાં કલ્પનો ને લયઢાળો દ્વારા મૂર્ત કરવાની એમની સહજ ફાવટ એ એમની કવિતાનું ઘરેણું. ગીત, ગઝલ, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટ, અછાંદસ- જેને એનો ‘મિડાસ ટચ’ મળે એ ભાષાની ખાણનું સોનું બની જાય. મોરારિબાપુએ કહ્યું હતું: ‘આ કવિ કંઈક ભાળી ગયેલો છે’.
હાથી પર સવારી કાઢી કોઈ શહેરે એના કવિનું સન્માન કર્યું હોય એવી લોકવાયકા ર.પા.ના જીવનમાં જ સાચી પડી શકે. શબ્દો સાથે એવો તો ઘરોબો કે કેટલાંક શબ્દો ને કાવ્યો તો વાંચતાં જ જણાય કે આ તો ‘રમેશ-બ્રાંડ’ છે. બીજો કોઈ કવિ આ સૂર્યના તાપને અડવાનું વિચારી ય ન શકે. ગુજરાતી સાહિત્યના તમામ મોટા પુરસ્કારો જીવતેજીવ મેળવનાર ર.પા. છેવટ સુધી ધરતીને અડીને જ જીવ્યાં. લોકપ્રિયતા કદી માથે ચડીને બોલી હોય તો એ જણ કોઈ અન્ય હોય તો હોય, ર.પા. તો નહીં જ.
હૃદયરોગના જીવલેણ હુમલાએ ર.પા.ના નશ્વર દેહને આજે અકારણ ખૂંચવી લીધો પણ એમનો અ-ક્ષરદેહ સદા શ્વસતો રહેશે આપણી ભાષા અને આપણી સ્મૃતિમાં.
કાવ્યસંગ્રહો: ‘છ અક્ષરનું નામ’ (૧૯૯૧) સમગ્ર કવિતામાં સંગ્રહસ્થ કાવ્યસંગ્રહો: ‘ક્યાં’ (૧૯૭૦), ‘ખડિંગ’ (૧૯૮૦), ‘ત્વ’ (૧૯૮૦), ‘સનનન’ (૧૯૮૧), ‘ખમ્મા, આલા બાપુને!’ (૧૯૮૫), ‘મીરાં સામે પાર’ (૧૯૮૬), ‘વિતાન સુદ બીજ’ (૧૯૮૯), ‘અહીંથી અંત તરફ’ (૧૯૯૧). ત્યાર બાદ ‘છાતીમાં બારસાખ’, ‘લે તિમિરા! સૂર્ય’, ‘ચશ્માંના કાચ પર’ અને ‘સ્વગતપર્વ’. નવલિકા: ‘સ્તનપૂર્વક’ નાટક: ‘સગપણ એક ઉખાણું’, ‘ ‘સૂરજને પડછયો હોય’, ‘તરખાટ’ લેખો: ‘હોંકારો આપો તો કહું’. બાળ સાહિત્ય: ‘હાઉક’, ‘દે તાલ્લી’, ‘ચીં’, ‘હફરક લફરક’, ‘દરિયો ઝુલ્લમ ઝુલ્લા’, ‘હસીએ ખુલ્લમ ખુલ્લા’, ‘જંતર મંતર છૂ’. સંપાદન: ‘ગિરા નદીને તીર’, ‘આ પડખું ફર્યો લે!’.
પારિતોષિકો:
Edit
June 1, 2011

ઊમાશંકર જોષી

by kalpesh87
સ્વ. શ્રી ઊમાશંકર જોષી (જુલાઇ ૨૧, ૧૯૧૧ – ડિસેમ્બર ૧૯, ૧૯૮૮) ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, લેખક અને સાહિત્યકાર થઇ ગયા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાનમાટે જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનવામા આવ્યા.તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી ની ભારે અસર પડેલ હતી.
તેમની પ્રસિદ્ધ કાવ્ય પંક્તિ:
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી
રચનાઓ…..
* મુખ્ય કૃતિ – નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
* કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞ, સાતપદ
* એકાંકી- સાપનાભારા, હવેલી
* વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો
* નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી
* સંશોધન – પુરાણોમાં ગુજરાત
* વિવેચન – ‘અખો’ એક અધ્યયન ; કવિની શ્રદ્ધા
* અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત ,
* બાળગીત – સો વરસનો થા
* સામયિક સંપાદન: ‘સંસ્કૃતિ’ ૧૯૪૭-૧૯૮૪
પુરસ્કારો/એવોર્ડૂસ
* જ્ઞાનપીઠ એવોર્ડ – ૧૯૬૭
* રણજિતરામ સુવર્ણચંદ્રક – ૧૯૩૯
* નર્મદ સુવર્ણ ચંદ્રક – ૧૯૪૭
* સોવિએત લેન્ડ નહેરૂ એવોર્ડ – (??)
 સભ્યપદ/હોદ્દાઓ
* પ્રમુખ – ગુજરાતી સાહિત્ય પરિષદ – ૧૯૬૮
* પ્રમુખ – સાહિત્ય અકાદમી એવોર્ડ-ગુજરાતી – (૧૯૭૮-૧૯૮૨)
* ઉપ કુલપતિ – ગુજરાત યુનિવર્સિટી – ૧૯૭૦
બાહ્ય કડીઓ
* શ્રી ઊમાશકરની કવિતાઓ
* ઊમાશકર જોષીના જીવન ચરિત્ર ઉપર બ્લોગ પોસ્ટ
* ઉમાશંકર જોષી રચિત ‘ગાંધી-ગાન,ગંગોત્રી સંગ્રહમાંથી
Edit
June 1, 2011

મીરાં બાઈ

by kalpesh87
મીરાં બાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરિકે સ્થાપ્યા હતાં અને તેને અનુલક્ષીને અનેક ભજનો રર્ચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈ એ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરા બાઇનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે.
અનુક્રમણિકા
[છુપાવો]
* ૧ જીવન પરિચય
* ૨ મીરાંબાઇના ગુરુ
* ૩ રચિત ગ્રંથ
* ૪ મીરાંબાઈની ભક્તિ
* ૫ આ પણ જુઓ
* ૬ બાહ્ય કડીઓ
o ૬.૧ Conflict with Family
* ૭ Singing career
o ૭.૧ Akbar period
o ૭.૨ In Vrindavan
* ૮ Popular culture
* ૯ Way of liberation/release from the cycle of birth and death
* ૧૦ Bibliography
* ૧૧ See also
* ૧૨ References
* ૧૩ External links
* ૧૪ મીરાં બાઇની રચનાઓ
[ફેરફાર કરો] જીવન પરિચય
કૃષ્ણભક્તિ શાખા ની હિંદીની મહાન કવયિત્રી મીરાબાઈનો જન્મ સંવત્ ૧૫૭૩માં જોધપુરમાં મેડતા નજીક આવેલા ચોકડ઼ી નામના ગામમાં (રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલ છે) થયો હતો. તેમના પિતા રતન સિંહ, ઉદય પુરના સ્થાપક રઓ રાઠોડના વંશજ હતાં. જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે મીરાંને કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યં કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દ્રષ્ટી પડતાંજ આ મૂર્તિ મીરાં ના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે બાઉલી ન મળે ત્યાં સુધી તેણે કાંઐ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.
The Mirabai Smarak at Merta City
બાળપણમાં એક સમયે મીરાં એ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, “મારા પતિ કોણ હશે?” તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો.” તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને” મીરાં ની માતા તેના મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે મૃત્યુ પામી.
નાની ઉંમરમાં જ તેમનો વિવાહ (ઉદયપુરના?)ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં.
વિવાહના થોડા જ દિવસ પછી તેમના પતિનું સ્વર્ગવાસ થઈ ગયું. પતિના પરલોકવાસ પછી તેમની ભક્તિ દિન-પ્રતિ- દિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણજીની મૂર્તિ આગળ નાચતા રહેતા હતાં૤
આનંદનો માહોલ તો ત્યારે બની જતો, જ્યારે મીરાના કહેવા પર રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બનનુ કે ત્યાં સાધુ-સંતોની આવન-જાવન શરૂ થઈ ગઈ. મીરાના દિયર રાણાજીને આ પસંદ ન હતું. ઊધાજીએ પણ તેમને સમજાવ્યાં, પણ મીરા દીન-દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે.
પ્રચલિત કથા અનુસાર મીરાં વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે ગયાં. ગોસ્વામી જી સાચા સાધુ હોવાથી સ્ત્રિઓને જોવું પણ અનુચિત સમજતા હતાં. તેમણે અન્દરથી જ કહવડાવ્યું કે અમે સ્ત્રીઓને નથી મળતાં, આ પર મીરાંબાઈનો ઉત્તર ખૂબ માર્મિક હતો. તેમણે કહ્યું કે વૃન્દાવનમાં શ્રીકૃષ્ણજ એક પુરુષ છે, અહીં આવી જાણ્યુ કે તેમનો એક વધુ પ્રતિદ્વન્દ્વી પેદા થઈ ગયો છે.મીરાંનો આવો મધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલા પગે બહા નીકળી આવ્યાં અને ખૂબ પ્રેમથી તમને મળ્યાં.આ કથાનો ઉલ્લેખ સર્વપ્રથમ પ્રિયાદાસની કવિતામાં મળે છે – ‘વૃન્દાવન આઈ જીવ ગુસાઈ જૂ સો મિલ ઝિલી, તિયા મુખ દેખબે કા પન લૈ છુટાયૌ
[ફેરફાર કરો] મીરાંબાઇના ગુરુ
ઘણા લોકો એમ કહે છે કે મીરાંબાઇના કોઇ ગુરુ ન હતા પણ એ ખોટું છે. સંતો-ભક્તોએ પોતાની અનેક વાણીઓમાં ઢોલ વગાડીને કહ્યું છે કે ‘ગુરુ બિન જ્ઞાન ન ઉપજે.’ મીરાંબાઇ બાલ્યાવસ્થાથી ભક્તિવાન હતા એ ખરું પણ સાચા આધ્યાત્મિક જ્ઞાન માટે ગુરુની જરૂર તો રહે જ છે. મીરાંબાઇ પણ આ સત્યથી વાકેફ હતા આથી તેમણે પુરા ગુરુની શોધ આદરી ને તેઓ અનેક સંતો-ભક્તોને મળ્યાં. આખરે સંત રૈદાસજી (ઉત્તર ભારતમાં જેઓ સંત રવિદાસજીના નામે સુખ્યાત છે ને આપણે ત્યાં તેઓ સંત રોહિદાસજી નામથી પ્રખ્યાત છે.) ઉપર તેમનું મન વિરમ્યું. મીરાંબાઇએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રૈદાસજીનો ઉલ્લેખ કરેલો છે,
* નહિ મૈં પીહર સાસરે, નહિ પિયાજી રી સાથ’
મીરાંને ગોબિંદ મિલ્યા જી, ગુરુ મિલ્યા રૈદાસ.
* ખોજત ફિરૂં ભેદ વા ઘર કો, કોઇ ન કરત બખાની,
રૈદાસ સંત મિલે મોહિં સતગુરુ, દીન્હી સુરત સહદાની,
મૈં મિલી જાય પાય પિય અપના, તબ મોરી પીર બુઝાની.
* ગુરુ રૈદાસ મિલેં મોહિં પૂરે, ધૂર સે કલમ ભિડી,
સતગુરુ સૈન દઇ જબ આકે, જોત મેં જોત રલી.
* ગુરુ મિલ્યા મ્હાને રૈદાસ્, નામ નહીં છોડું.
* કાશી નગરના ચોકમાં, મને ગુરુ મિલા રૈદાસ.
* ગુરુ મિલિયા રૈદાસજી, દીન્હી જ્ઞાન કી ગુટકી.
મીરાબાઈનું કૃષ્ણભક્તિમાં નાચવુ અને ગાવું રાજ પરિવારને સારું ન લાગ્યું. તેમણે ઘણીવાર મીરાબાઈને વિષ દઈ મારવાનો પ્રયત્ન કર્યો. ઘરવાળાના આ પ્રકારના વ્યવહારથી પરેશાન થઈ તે દ્વારકા અને વૃંદાવન ગયાં. તે જ્યાં જતાં, ત્યાં લોકોનું સન્માન મેળવતાં હતાં. લોકો તેમને દેવી જેમ પ્રેમ અને સન્માન આપતાં હતાં. આ દરમ્યાન તેમણે તુલસીદાસજીને પત્ર લખ્યો હતો :-
સ્વસ્તિ
શ્રી તુલસી કુલભૂષણ દૂષન- હરન ગોસાઈ| બારહિં બાર પ્રનામ કરહૂઁ અબ હરહૂઁ સોક- સમુદાઈ|| ઘર કે સ્વજન હમારે જેતે સબન્હ ઉપાધિ બઢ઼ાઈ| સાધુ- સગ અરુ ભજન કરત માહિં દેત કલેસ મહાઈ|| મેરે માતા- પિતા કે સમહૌ, હરિભક્તન્હ સુખદાઈ| હમકો કહા ઉચિત કરિબો હૈ, સો લિખિએ સમઝાઈ||
મીરાબાઈ ના પત્રનો જવાબ તુલસીદાસજી એ આ પ્રકારે દીધો:-
જાકે પ્રિય ન રામ બૈદેહી| સો નર તજિએ કોટિ બૈરી સમ જદ્યપિ પરમ સનેહા|| નાતે સબૈ રામ કે મનિયત સુહ્મદ સુસંખ્ય જહાઁ લૌ| અંજન કહા આઁખિ જો ફૂટે, બહુતક કહો કહાં લૌ||
[ફેરફાર કરો] રચિત ગ્રંથ
મીરાબાઈ એ ચાર ગ્રંથોની રચના કરી–
* બરસી કા માયરા
* ગીત ગોવિંદ ટીકા
* રાગ ગોવિંદ
* રાગ સોરઠ કે પદ
આ સિવાય મીરાબાઈના ગીતોનું સંકલન “મીરાબાઈ કી પદાવલી’ નામના ગ્રન્થમાં કરવામાં આવ્યું છે.
[ફેરફાર કરો] મીરાંબાઈની ભક્તિ
મીરાની ભક્તિમાં માધુર્ય-ભાવ ઘણી હદ સુધી જોઈ શકાય હતો. તે પોતાના ઇષ્ટદેવ કૃષ્ણની ભાવના/ધારણા પ્રિયતમ કે પતિના રૂપમાં કરતી હતી. તેમનું માનવુ હતુ કે આ સંસારમાં કૃષ્ણ સિવાય કોઈ પુરુષ છે જ નહીં. તે કૃષ્ણના રૂપની દીવાની હતી–
બસો મેરે નૈનન મેં નંદલાલ૤
મોહની મૂરતિ, સાઁવરિ, સુરતિ નૈના બને વિસાલ૤૤
અધર સુધારસ મુરલી બાજતિ, ઉર બૈજંતી માલ૤
ક્ષુદ્ર ઘંટિકા કટિ- તટ સોભિત, નૂપુર શબ્દ રસાલ૤
મીરા પ્રભુ સંતન સુખદાઈ, ભક્ત બછલ ગોપાલ૤૤
મીરાબાઈ સંત રૈદાસજી (સંત રવિદાસ)ને પોતાના ગુરુ માનતા કહે છે – ગુરુ મિલિયા રૈદાસ દીન્હી જ્ઞાન કી ગુટકી. તેમણે પોતાના ઘણાં પદો ની રચના રાજસ્થાની મિશ્રિત ભાષામાં કરી છે. આ સિવાય અમુક વિશુદ્ધ સાહિત્યિક વ્રજભાષામાં પણ લખ્યું છે. તેઓ જન્મજાત કવિયિત્રી ન હોવા છતાં ભક્તિની ભાવનામાં કવિયિત્રીના રૂપમાં પ્રસિદ્ધિ પ્રદાન કરી. મીરાના વિરહ ગીતોમાં સમકાલીન કવિઓની અપેક્ષા અધિક સ્વાભાવિકતા જોઈ શકય છે. તેમણે પોતાના પદોમાં શ્રૃંગાર અને શાંત રસનો પ્રયોગ વિશેષ રૂપે કર્યો છે૤ તેમનું એક પદ –
મન રે પાસિ હરિ કે ચરન૤
સુભગ સીતલ કમલ- કોમલ ત્રિવિધ – જ્વાલા- હરન૤
જો ચરન પ્રહ્મલાદ પરસે ઇંદ્ર- પદ્વી- હાન૤૤
જિન ચરન ધ્રુવ અટલ કીંન્હોં રાખિ અપની સરન૤
જિન ચરન બ્રાહ્માંડ મેંથ્યોં નખસિખૌ શ્રી ભરન૤૤
જિન ચરન પ્રભુ પરસ લનિહોં તરી ગૌતમ ધરનિ૤
જિન ચરન ધરથો ગોબરધન ગરબ- મધવા- હરન૤૤
દાસ મીરા લાલ ગિરધર આજમ તારન તરન૤૤
Edit
June 1, 2011

દયારામ

by kalpesh87
દયારામ ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ કવિ હતા, જે ગુજરાત રાજ્યમાં જનમ્યા હતા..તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે.
તેમની કેટલીક જાણીતી કૃતિઓ:
* શ્યામ રંગ સમીપે ન જાઉં
* હવે સખી નહીં બોલું,
Edit
June 1, 2011

કલાપી

by kalpesh87
* આખું નામ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ
* ઉપનામ: કલાપી
* જન્મ: ૨૬મી જાન્યુઆરી – ૧૮૭૪, લાઠી
* અવસાન: ૯મી જૂન – ૧૯૦૦, લાઠી
* કુટુંબ: પત્ની
o રમાબા ઉર્ફે રાજબા – રૂહા, કચ્છનાં કુંવરી (૧૮૮૯ – ૧૫ વર્ષની વયે); એમનાંથી ૮ વર્ષ મોટા
o આનંદીબા ઉર્ફે કેસરબા – કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવરી (૧૮૮૯ – ૧૫ વર્ષની વયે) ; એમનાંથી ૨ વર્ષ મોટા
o શોભના – રમાબા સાથે પિયરથી ૭-૮ વર્ષની ઉંમરે આવેલ મોંઘી નામની દાસી (૧૮૯૮) ; એમનાંથી ૭-૮ વર્ષ નાના
* અભ્યાસ:
o ૧૮૮૨-૧૮૯૦ રાજકુમાર કોલેજ – રાજકોટમાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી
o અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ
* વ્યવસાય: ૧૮૯૫- લાઠી (ગોહિલવાડ, સૌરાષ્ટ્ર)ના રાજવી
* પ્રદાન:
o પ્રજાત્સલ રાજવી
o ખુદવફાઇવાળા ઊર્મિકવિ જેણે ગુજરાતી કલા સાહિત્યને સમૃધ્ધ કર્યું.
o પ્રવાસ લેખન
* મુખ્ય કૃતિઓ:
o કાવ્યસંગ્રહ- કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહેલ (દીર્ઘકાવ્ય )
o વર્ણન – કાશ્મીરનો પ્રવાસ
o નિબંધ- સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર
* જીવન:
o ૨૧ વર્ષની વયે રાજ્યાભિષેક ( ૨૧મી જાન્યુઆરી ૧૮૯૫)
o નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌન્દર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા
o માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા
o આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી
o રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં ૨૦ વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો
o શોભના સાથેના પ્રણયને કારણે રાજખટપટ અને ગાદીત્યાગનો વિચાર
o વરિષ્ટ સાહિત્યકારોની સાથે મિત્રતા
o સ્વીડનબોર્ગના વિચારોની ઊંડી અસર
o ૧૬ થી ૨૬ વર્ષની ઉંમરનાં ૧૦ વર્ષના ગાળામાં જ ૫૦૦થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને ૨૫૦ થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘ્રેણા જેવી રચનાઓ કરેલી (કાવ્યસર્જન ૧૮૯૨થી શરૂ થયેલ)
o મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હ્રદયના ભાવો રહેલા છે; પત્ર સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃધ્ધ કર્યું છે;
o મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મઘમઘાવે છે.
o ૨૬ વર્ષની યુવાન ઉંમરે મૃત્યુ (કહેવાય છે કે રમાબાએ યુક્તિથી ઝેર પાયું હતું)
* સન્માન:
o ‘રાજવી કવિ કલાપી’ નામનું એમનાં જીવન વિશેનું પુસ્તક
o એમના નામથી કુમારનો ‘કલાપી’ એવોર્ડ – ગઝલ માટે
o ૧૯૬૬માં ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ બનાવાયું જેમાં અભિનેતા સંજીવકુમારે કલાપીની ભૂમિકા ભજવેલી
[ફેરફાર કરો] સવિશેષ પરિચય
ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’ (૨૬-૧-૧૮૭૪, ૯-૬-૧૯૦૦) : કવિ, પ્રવાસલેખક. જન્મ લાઠી (જિ.અમરેલી)ના રાજકુટુંબમાં. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલશોને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું. દરમિયાન ૧૮૮૯ માં રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન. પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫ માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. રમા સાથે આવેલી ખવાસ જાતિની દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે એમણે ૧૯૮૯ માં શોભના સાથે લગ્ન કર્યું. ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદીત્યાગનો દ્રઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.
ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી. ગુજરાતી તથા ઈતર ભાષાઓના સાહિત્યગ્રંથોના વાચને તેમ જ વાજસૂરવાળા, મણિલાલ, કાન્ત, ગોવર્ધનરામ, ન્હાનાલાલ, સંચિત વગેરેના સંપર્કે એમની સાહિત્યિક દ્રષ્ટિ અને સજ્જતા કેળવવામાં યોગદાન કર્યું હતું.
૧૮૯૨ થી ૧૯૦૦ સુધીની એમની સર્વ કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું કાન્તને હાથે ૧૯૦૩ માં મરણોત્તર પ્રકાશન થયું. જગન્નાથ ત્રિપાઠી ‘સાગર’ ની સંવર્ધિત સટિપ્પણ આવૃત્તિ (૧૯૩૧) પછી પણ આ બૃહત્ સંગ્રહની આવૃત્તિઓ થવા પામી છે તેમજ એમાંથી પસંદ કરેલા કાવ્યોનાં અનેક સંપાદનો પણ થયાં છે. વર્ડઝવર્થ, શેલી, કીટ્સ વગેરેની રોમાન્ટિક કવિતા-પરંપરાથી પ્રભાવિત કલાપીએ એ કવિઓનાં કેટલાંક કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો ને અનુવાદો પણ કર્યા છે. નરસિંહરાવ, બાલાશંકર, મણિલાલ અને કાન્તની કવિતાની છાયા છે છતાં કલાપીનું સર્જન એમના અનુભવો રણકો લઈને આવે છે અને એમનાં ઘણાં બધાં કાવ્યો તો એમના જીવનસંવેદન અને સંઘર્ષમાંથી નીપજેલાં છે. કલાપીનો જીવનસંઘર્ષ પારાકાષ્ઠાએ હતો ત્યારે-૧૮૯૭-૯૮-માં-સૌથી વધારે પ્રમાણમાં અને વધુ નોંધપાત્ર કાવ્યો મળ્યાં છે એ સૂચક છે.
વિશેષપણે પ્રેમના અને એ ઉપરાંત પ્રકૃતિ, પ્રભુપ્રેમ ને ચિંતનના ભાવોને વ્યક્ત કરતી કલાપીની કવિતા મુખ્યત્વે છંદોબદ્ધ લઘુકાવ્યો અને ગઝલો જેવા આત્મલક્ષી ઊર્મિકાવ્યના પ્રકારમાં તથા કેટલેક અંશે ખંડકાવ્ય જેવા પરલક્ષી કાવ્યપ્રકારમાં વહી છે. સંસ્કૃતવૃતબદ્ધ કવિતામાં, બોલાતી ગુજરાતી ભાષાના વિનિયોગથી નીપજેલી પ્રાસાદિક કાવ્યબાની, મસ્તરંગી સંવેદનની તીવ્રતાએ એમની ગઝલોમાં પ્રગટાવેલી લાક્ષણિક અભિવ્યક્તિછટા, ખંડકાવ્યોમાં ચરિત્રાંકનની સુઘડતા અને ઊર્મિવિચારનું મનોરમ આલેખન આગવી મુદ્રા આંકે છે. કલા સંયમના પ્રકૃતિગત અભાવને કારણે તથા કેળવણીનો પૂરતો લાભ ન પામવાને લીધે એમની કવિતામાં રચનાની શિથિલતા અને બાનીની અતિસરલતા તથા ગદ્યાળુતા જણાય છે; ખંડકાવ્ય પ્રકારની કવિતામાં પણ વસ્તુલક્ષિતા ઝાઝી સિદ્ધ કરી શકાઈ નથી; પણ હૃદયંગમ ચિંતનશીલતા અને ઋજુ સંવેદનનું માધુર્યુભર્યું નિરૂપણ એમની કવિતાને હૃદ્ય બનાવે છે. છેલ્લાં વર્ષોમાં એમની કવિતામાં પ્રૌઢિ જણાય છે. ‘કલાપીનો કેકારવ’ની ૧૯૩૧ ની આવૃત્તિમાં સમાવાયેલા, ચાર સર્ગના ‘હમીરજી ગોહેલ’ના ત્રણ સર્ગોને ૧૯૧૨ માં કાન્તે સ્વતંત્ર ગ્રંથરૂપે પ્રગટ કરેલા. સ્કૉટના ‘લેડી ઑવ ધ લેઈક’ ના સ્વરૂપને આધાર તરીકે રાખી ૧૮૯૭માં આરંભેલું આ કાવ્ય ચાર સર્ગે પણ અધૂરું જ રહ્યું છે. મહાકાવ્યરૂપે રચવા ધારેલી બે હજાર ઉપરાંત પંક્તિઓની આ ઈતિહાસ-આધારિત કૃતિ ખંડકાવ્યની વધુ નજીક છે. સંકલનની કચાશો અને નિરૂપણની દીર્ઘસૂત્રતાને લીધે શિથિલ છતાં કલાપીની રુચિર વર્ણનરીતિની દ્રષ્ટિએ તેમ જ દીર્ઘ કથાવસ્તુને આલેખતી કૃતિ લેખે એ નોંધપાત્ર છે.
કલાપીએ પ્રવાસવર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કર્યું છે. ૧૮૯૧-૯૨ માં કરેલા ભારતપ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખાયેલા ‘કાશ્મીરનો પ્રવાસ’નું જાહેર પ્રકાશન છેક ૧૯૧૨ માં ‘કાશ્મીરનો પ્રવાસ’, કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર’ એ ગ્રંથમાં થયું છે. આ પ્રવાસકથનમાં પ્રકૃતિના સૌન્દર્યદર્શનના વિસ્મયને આલેખતાં ઊર્મિરસિત ને સુરેખ વર્ણનો તથા લોકજીવનનાં ઝીણાં નિરીક્ષણો નોંધપાત્ર છે. પ્રવાસના અનુભવોનું નિરૂપણ સાહજિક રહ્યું છે ત્યાં તાજગીયુક્ત જણાતું ગદ્ય જયાં અંગ્રેજી-સંસ્કૃત ગ્રંથોના વાચનનો પ્રભાવ પડયો છે ત્યાં કંઈક આયાસી બન્યું છે.
પ્લેટો અને સ્વીડનબોર્ગના તત્વચિંતનમાંથી વિચારસામગ્રી લઈને તથા લોકકથાઓમાંથી પાત્રો લઈને કલાપીએ લખેલા ચાર સંવાદોમાં ઊર્મિનું બળ ને વિચારના તણખા નોંધપાત્ર છે. ચિંતનાત્મક વસ્તુને સંવાદોની છટામાં મૂકી આપતા ગદ્યનું એમાં એક લાક્ષણિક રૂપ ઊપસે છે. ‘સ્વીડનબોર્ગનો ધર્મવિચાર’ મૂળ કાન્તને ઉદ્દેશીને લખાયેલો લાંબો ગંભીર પત્ર છે. કલાપીની ચિંતનક્ષમતાને એમાં સારો પરિચય મળી રહે છે.
સાહિત્યકાર મિત્રો, સ્નેહીઓ તથા કુટુંબીજનો પર કલાપીએ લખેલા ૬૭૯ પત્રો ‘કલાપીના ૧૪૪ પત્રો’ (સં.મુનિકુમાર ભટ્ટ, ૧૯૨૫) અને ‘કલાપીની પત્રધારા’ (સં.જોરાવરસિંહજી સુરસિંહજી ગોહિલ, ૧૯૩૧)માં ગ્રંથસ્થ થયા છે; તે સિવાય ‘કૌમુદી’ વગેરેમાં પ્રકાશિત, કેટલાક ગ્રંથોમાં આંશિક રૂપે ઉદધૃત ને આજ સુધી અપ્રગટ અનેક પત્રો ગ્રંથસ્થ થવા બાકી છે. પત્રોમાં કલાપીનું નિર્દંભ, નિખાલસ અને ઊર્મિલ વ્યક્તિત્વ ઊપસે છે તે ઉપરાંત એમનાં જીવનકાર્ય, સાહિત્યસાધના ને ચિંતનશીલતાનો પરિચય પણ મળે છે. આ પત્રો રોચક અને અવારનવાર વેધક બનતી ગદ્યશૈલીની દ્રષ્ટિએ પણ ધ્યાન ખેંચે છે.
સ્વીડનબોર્ગીય ચિંતનના આકર્ષણને લીધે, એમની ધાર્મિક માન્યતાઓના કંઈક પ્રચાર જેવી, જેમ્સ સ્પેડિંગની બે અંગ્રેજી નવલકથાઓનાં રૂપાંતર કલાપીએ કરેલાં. ‘રીથ એન્ડ ધ કિંગ’ નું ‘કાન્તનો દિનચર્યાલેખ’ નામે, મે ૧૯૦૦માં કરેલું રૂપાંતર કાન્તે ૧૯૧૨માં ‘માળા અને મુદ્રિકા’ નામે પ્રકાશિત કરેલું. એ ગાળામાં આરંભેલું બીજી નવલકથા ‘ચાર્લ્સ રોબિન્સન’ નું ‘એક આત્માના ઈતિહાસનું એક સ્વરૂપ’ નામે રૂપાંતર કલાપી પૂરું કરી શકેલા નહીં. એને રમણીકલાલ દલાલ પાસે પૂરું કરાવી ૧૯૩૩ માં રમણીક મહેતાએ ‘નારીહૃદય’ નામથી પ્રગટ કરેલું. કોઈ સાહિત્યરસથી નહીં પણ ધર્મશ્રદ્ધાથી પ્રેરાઈને કલાપીએ કરેલાં આ રૂપાંતરોનું ગદ્ય પ્રાસાદિક છે.
કલાપી નિયમિતપણે અંગત ડાયરી લખતા હોવાના તથા ૧૮૯૭ આસપાસ એમણે આત્મકથા લખવાનું આરંભ્યાના નિર્દેશો મળે છે, પણ એમનાં આ બંને પ્રકારનાં લખાણો ક્યાંકથી પ્રાપ્ત થતાં નથી. (- રમણ સોની)
કલાપીનો કેકારવઃ કલાપીની ૧૮૯૨ થી ૧૯૦૦ સુધીની અઢીસો જેટલી રચનાઓને સમાવતો સર્વસંગ્રહ. કલાપીના અવસાન પછી, ૧૯૦૩ માં કાન્તે હાથે એનું સૌપ્રથમ સંપાદન-પ્રકાશન થયું એ પૂર્વે ૧૮૯૬માં કલાપીએ પોતે ‘મધુકરનો ગુંજારવ’ નામે, ત્યાં સુધીનાં સર્વકાવ્યો ‘મિત્રમંડળ કાજે તથા પ્રસંગનિમિત્તે ભેટસોગાદ તરીકે આપવા’ માટે પ્રકાશિત કરવાની યોજના કરેલી પણ એ કામ અવસાનપર્યત પૂરું પાડી ન શકાયેલું. ૧૯૩૧ માં કલાપીના બીજા મિત્ર જગન્નાથ ત્રિપાઠી (‘સાગર’)એ કાન્ત-આવૃત્તિમાં ન છપાયેલાં ૩૪ કાવ્યોને સમાવીને ૨૪૯ કાવ્યોની સંવર્ધિત અને સટિપ્પણ આવૃત્તિ પ્રસિદ્ધ કરી. સ્વતંત્ર મુદ્રિત ‘હમીરજી ગોહેલ’ પણ એમાં સમાવી લેવાયું. આ બૃહત્ સંગ્રહની એ પછી પણ ઘણી આવૃત્તિઓ થતી રહી છે ને એમાંથી પસંદ કરેલાં કાવ્યોના કેટલાક લઘુસંચયો પણ તૈયાર થયા છે એ કલાપીની વ્યાપક લોકચાહના સૂચવે છે.
કલાપીનું સંવેદનતંત્ર સદ્યગ્રાહી હતું એથી સાહિત્ય ને ધર્મ ચિંતનના અનેક ગ્રંથોના વાચન–પરિશીલનના સંસ્કારો આ કવિતાના વિષયો ને એની નિરૂપણરીતિ પર પણ ઝિલાયેલા છે. ‘કેકારવ’ની પ્રકૃતિવિષયક કવિતા પર અને કલાપીની રંગદર્શી કાવ્યરીતિ પર વર્ડઝવર્થ, શેલી, કીટ્સ જેવા એમના પ્રિય કવિઓની અસર પડેલી છે. આ કવિઓના તેમ જ ટેનિસન, ગટે, મિલ્ટન, ગોલ્ડસ્મિથ આદિનાં કાવ્યોના મુક્ત અનુવાદો ને રૂપાંતરો તથા કેટલીક કૃતિઓનાં અનુસર્જનો ‘કેકારવ’માં છે. ‘મેઘદૂત’, ‘ઋતુસંહાર’, ‘શૃંગારશતક’ જેવી સંસ્કૃત કૃતિઓની અસર પણ ‘કેકારવ’ની કવિતા પર ઝિલાયેલી છે. સમકાલીન ગુજરાતી કાવ્યપરંપરાની કેટલીક છાયાઓ પણ એમાં ઝિલાયેલી જોવા મળે છે. આરંભની કવિતા પર દલપતરામની તેમ જ તત્કાલીન ધંધાદારી નાટકોનાં ગાયનો ને લાવણીઓની અસર છે ને તે પછી નરસિંહરાવ, ગોવર્ધનરામ, મણિલાલ, કાન્ત આદિની કવિતાની અસરો વિષય, છંદ, પ્રકારાદિ પર પડતી રહી છે. આ બધું છતાં કલાપીની વેદના-સંવેદના પોતીકી છે ને એના નિરુપણમાં એનો પોતાનો અવાજ રણકે છે.
‘કેકારવ’માં વિવિધ સ્વરૂપો પરની કવિતા મળે છેઃ ઉત્કટ ઊર્મિ ને ભાવનાશીલતાને બોલાતી ભાષાની સાહજિકતાથી અભિવ્યક્ત કરતાં હોવાથી એમાંનાં વૃત્તબદ્ધ કાવ્યો વિશિષ્ટ અસર જન્માવે છે. સ્વરૂપની દ્રષ્ટિએ કેટલીક કચાશોવાળી જણાતી ગઝલો અંતર્ગત મિજાજની-એનાં મસ્તી ને દર્દેદિલીની-દ્રષ્ટિએ ધ્યાનાર્હ છે. શરૂઆતની વ્યક્તિપ્રેમની (ઈશ્કે મિજાજી) ગઝલો કરતાં પાછળની પ્રભુપ્રેમની (ઈશ્કે હકીકી) ગઝલો કાવ્યગુણે ચડિયાતી છે. ‘આપનીયાદી’ એનું નોંધપાત્ર દ્રષ્ટાંત છે. કલાપીનાં ખંડકાવ્યોમાં કાન્તના જેવી પરલક્ષિતા નથી ને ઉર્મિલતા તથા બોધાત્મકતાએ કાવ્યબંધને જેવી પરલક્ષિતા નથી ને ઉર્મિલતા તથા બોધાત્મકતાએ કાવ્યબંધને શિથિલ કરી નાખ્યો છે; છતાં ભાવનાસહજ સરળ નિર્વહણથી, મનોરમ દ્રશ્યચિત્રોથી, પાત્રચિત્તના મંથનના અસરકારક આલેખનથી ને ખાસ તો પ્રાસાદિક ભાષાશૈલીથી એ પોતાનું આગવાપણું સિદ્ધ કરે છે. ‘બિલ્વમંગળ’ એમનું ઉત્તમ ખંડકાવ્ય મનાયું છે. મહાકાવ્ય તરીકે રચવા ધારેલું એમનું બે હજાર ઉપરાંત પંક્તિઓનું, ચાર સર્ગે અધૂરું રહેલું ‘હમીરજી ગોહેલ’ ખંડકાવ્યની નજીક રહેતું ઈતિહાસવિષયક કથાકાવ્ય છે.
વિષયનિરુપણની બાબતમાં ‘કેકારવ’માં પ્રેમવિષયક કવિતા સૌથી વધુ ધ્યાનપાત્ર છે. એક રીતે, સંગ્રહની મોટા ભાગની કવિતા એના ઊર્મિશીલ કવિની આત્મકથારૂપ છે. કલાપીના ૨૬ વર્ષના ટૂંકા આયુષ્યનાં છેલ્લા આઠેક વર્ષના અંગત પ્રેમજીવનનો જ, બહુધા, એમાં ચિતાર છે. સ્વભાવોકિતભર્યા ઈન્દ્રિયસ્પર્શી ચિત્રો રૂપે આલેખાયેલી પ્રકૃતિની કવિતા પણ રુચિર છે ને કવિની સૌંદર્યદ્રષ્ટિની પરિચાયક છે. કવિના આયુષ્યનાં છેલ્લાં બે વર્ષની કવિતા પ્રભુભક્તિની ને ચિંતનલક્ષી છે. અંગત જીવનના સગાવેગો શમતાં ચિત્તમાં પડેલા વૈરાગ્યસંસ્કારો જાગ્રત થવાથી ને સ્વીડનબોર્ગ આદિના ગ્રંથોના વાચનથી કવિ પરમ તત્ત્વની ખોજની દિશામાં વળેલા. એ સંવેદન પ્રૌઢ કાવ્યરૂપ પણ પામ્યું છે.
‘કેકારવ’ની કવિતાની નોંધપાત્ર વિશેષતા એને મળેલી વ્યાપક લોકચાહના છે. કલાપીએ સાક્ષર કવિઓ દ્વારા લખાતી દુર્બોધ કવિતાના સમયગાળામાં એ વખતે પ્રચલિત સ્વરૂપોમાં ને બદ્ધ- વૃત્તોમાં કાવ્યરચના કરી હોવા છતાં એમાં થયેલા પ્રાસાદિક ભાષાના સહજ વિનિયોગે ને પારદર્શી સંવેદનના વેધક આલેખને તેમ જ એમાંના રાગાવેગી પ્રેમસંબંધોના નિરૂપણે તથા ઊર્મિ-ઉદગારોમાં ભળેલા રંગદર્શી કવિના ભાવનાશીલ ચિંતને આ કવિતાને હૃદયસ્પર્શી ને લોકપ્રિય બનાવી છે. એટલે ક્યાંક કાવ્યભાવનાની મુખરતામાં તો ક્યારેક એના નિરૂપણના પ્રસ્તારમાં વરતાતી કલાસંયમની ઓછપ છતાં ને કવિના કંઈક સીમિત રહી જતા અનુભવની મર્યાદા છતાં ‘કેકારવ’ની કવિતા પોતાની આગવી વિશિષ્ટતાઓથી પોતાનું મહત્ત્વ ટકાવી રાખે છે. (- રમણ સોની)
આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે.
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
* ગુજરાતી સાહિત્ય પરિષદ: કલાપી
* કલાપીનો કેકારવ માંથી.
* જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે
* કલાપીનાં કેટલાંક કાવ્યો
* ‘કલાપી’ કૃત ‘યાદી આપની’નું રસવિવેચન : ઉમાશંકર જોશી
Edit
June 1, 2011

અખા ભગત

by kalpesh87
અખા ભગત (ઘણી વખત અખો કહીને પણ સંબોધવામાં આવે છે) ૧૭મી સદીમાં થઈ ગયેલા ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકિના એક છે. સલ્તનતી સમયગાળામાં ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે. અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. આજે પણ ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે, જે આપણને ગુજરાતનાં આ બહુ શરૂઆતનાં સાહિત્યકારોમાંનાં એકની યાદ અપાવે છે.
જીવનના શરૂઆતના ગાળામાં તે સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધીજ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.
[ફેરફાર કરો] છપ્પા
આ સાથે તેમણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. “એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ” જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને પોતાની ચાબખા જેવી વાણીના સપાટામાં લીધેલી જોવા મળે છે.
અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે. જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલા નથી, પરંતુ તેમનાં છપ્પાઓમાં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગિકરણ કર્યું છે.
દોષનિવારક અંગવર્ગ
* વેષનિંદા અંગ
* આભડછેટનિંદા અંગ
* શ્થુળદોષ અંગ
* પ્રપંચ અંગ
* ચાનક અંગ
* સુક્ષ્મદોષ અંગ
* ભાષા અંગ
* ખળજ્ઞાની અંગ
* જડભક્તિ અંગ
* સગુણભક્તિ અંગ
* દંભભક્તિ અંગ
* જ્ઞાનદગ્ધ અંગ
* દશવિધજ્ઞાની અંગ
* વિભ્રમ અંગ
* કુટફળ અંગ
ગુણગ્રાહક અંગવર્ગ
* ગુરુ અંગ
* સહજ અંગ
* કવિ અંગ
* વૈરાગ્ય અંગ
* વિચાર અંગ
* ક્ષમા અંગ
* તીર્થ અંગ
* સ્વાતીત અંગ
* ચેતના અંગ
* કૃપા અંગ
* ધીરજ અંગ
* ભક્તિ અંગ
* સંત અંગ
સિધ્ધાંતપ્રતિપાદક અંગવર્ગ
* માયા અંગ
* સૂઝ અંગ
* મહાલક્ષ અંગ
* વિશ્વરૂપ અંગ
* સ્વભાવ અંગ
* જ્ઞાની અંગ
* જીવ ઇશ્વર અંગ
* આત્મલક્ષ અંગ
* વેષવિચાર અંગ
* જીવ અંગ
* વેદ અંગ
* અજ્ઞાન અંગ
* મુક્તિ અંગ
* આત્મા અંગ
ફલપ્રતિપાદક અંગવર્ગ
* પ્રાપ્તિ અંગ
* પ્રતીતિ અંગ
[ફેરફાર કરો] જાણીતી રચનાઓ
* પંચીકરણ
* અખેગીતા
* ચિત્ત વિચાર સંવાદ
* ગુરૂ શિષ્ય સંવાદ
* અનુભવ બિંદુ
* બ્રહ્મલીલા
* કૈવલ્યગીતા
* સંતપ્રિયા
* અખાના છપ્પા
* અખાના પદ
* અખાજીના સોરઠા
Edit
June 1, 2011

નરસિંહ મહેતા

by kalpesh87
નરસિંહ મહેતા ગુજરાતી ભાષા ના પ્રથમ કવિ હતાં. આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે. તેમણે લખેલ રચનાઓ માં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધી નું ખૂબ પ્રિય હતું.
નરસિંહ મહેતા
ઉપનામ નરસૈયો, આદ્યકવિ
જન્મ ૧૪૧૪ – ભાવનગર જિલ્લાનું તળાજા ગામ
અવસાન ૧૪૮૦
કુટુમ્બ પિતા – કૃષ્ણદાસ ( પુરુષોત્તમદાસ ?)
માતા: દયાકુંવર
વ્યવસાય ભજનિક, આખ્યાનકાર
મૂખ્ય કૃતિઓ ૧૫૦૦ થી વધારે પદો ; આત્મકથાનક – પુત્ર વિવાહ, પુત્રીનું મામેરું, હુંડી, ઝારીનાં પદ ; ભક્તિ પદો- સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર
બાળપણ
ભગવાન શ્રી કૃષ્ણના પરમભકત આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ૧૫મી સદીમાં વડનગરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. નરસિંહની વાચા ‘રાધા કૃષ્ણ’ શબ્દથી ફૂટી હતી. ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના પિતા અને જ્યારે અગિયાર વર્ષના હતા ત્યારે માતા અવસાન પામ્યા. ત્યાર બાદ કાકા પર્વતદાસને ઘેર ઉછરી મોટા થવા લાગ્યા. વળી કાકાનો સ્વર્ગવાસ થતા તેઓ પીત્રાઈ ભાઈના આશ્રિત થયા. ભાભીનાં મહેણાં-ટોણાંથી કંટાળેલા નરસિંહ ગોપીનાથ મહાદેવ (ગોપનાથ)માં ચાલ્યા ગયા. જયાં તેમને પ્રભુ મિલનનો અદ્ભુત અનુભવ થયો. નરસિંહને ભજન સિવાય કશામાં રસ ન હતો. માણિકય (માણેક) ગૌરી સાથે લગ્ન થયા બાદ પુત્ર શામળશા અને પુત્રી કુંવરબાઈનો જન્મ થયો. નરસિંહના જીવનના કુંવરબાઈનું મામેરું, શામળશાનો વિવાહ, હૂંડી અને હારના ચાર પ્રસંગો ઇશ્વર પ્રત્યેની તેમની અપાર ભક્તિનાં દૃષ્ટાંતો છે. હરિજનવાસમાં ભજન કરવા જતાં નરસિંહને નાગરી નાતે નાત બહાર મૂકયા હતા. અંગત પ્રસંગોમાં અને જુનાગઢના રાજા રા’માંડલિક સાથે ચમત્કારિક ઘટનાઓ બની. પ્રભાતિયાં, ‘ઝૂલણા’ છંદ અને ‘કેદારો’ રાગ તેમના ખાસ પ્રિય, પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનમાર્ગની પરંપરાના પહેલા ઉત્તમ કવિ હતા. આમ નરસિંહ સાચા ભકત અને વૈષ્ણવ હતા.
ચોરીનું આળ ચઢાવામા આવ્યું વગેરે પ્રસંગે સ્વયં ભગવાને તેમના વિધ્નો દૂર કર્યા હતાં. આ પ્રસંગોને વર્ણવતી નરસિંહની રચનાઓ ‘શામળશાનો વિવાહ’, હાર’, ‘હૂંડી’, ‘કુંવરબાઇનું મામેરું અને ‘શ્રાધ્ધ’ જેવી રચના મળી છે. આ ઉપરાંત તેમણે ‘શૃગારમાળા’, ‘ગોવિંદગમન’ અને ‘રાસસહસ્ત્રપદી’ની પણ રચના કરી છે. તેમણે ‘સુદામાચરિત્ર’ની રચના દ્વારા ગુજરાતી આખ્યાન પરંપરાની સ્થાપના કરી હતી જેને પ્રેમાનંદે આગળ ધપાવી હતી.
આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમા થયો હતો. નરસિંહ મહેતાના જીવન વિશે કોઇ આધારભૂત વિગતો મળતી નથી. આથી તેમના જીવન વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. એમના પિતાનુ નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકોર હતું એમ માનવામાં આવે છે.
તેમના લગ્ન માણેકગૌરી સાથે થયા હતા. સંતાનમા એક પુત્રી કુંવરબાઇ અને પુત્ર શામળશાને જન્મ આપી માણેકગૌરી બીમારીથી મૃત્યુ પામ્યા હતા. નરસિંહ મહેતા સંસારી હોવા છતાં સંસારથી અલિપ્ત રહી કૃષ્ણભક્તિમાં રચ્યા પચ્યા રહેતા. તેમની સમગ્ર કવિતામા કૃષ્ણપ્રેમ અને સમર્પણ છે. એક માન્યતા મુજબ તે મીરાબાઇના સમકાલીન હતા, તો કેટલાક વિદ્વાનો તેમને મીરાબાઇ કરતાં પહેલા થઇ ગયા હોવાનું માને છે. ગુજરાતી ભાષામા ઊર્મિકાવ્યનો પ્રારંભ નરસિંહ મહેતાએ કર્યો હતો અને એટલેજ તે આપણા ‘આદિકવિ’ કહેવાય છે. ઝૂલણા છંદમા રચાયેલા નરસિંહના પ્રભાતિયાં સાંભળી સૈકાઓથી ગુજરાતીઓનું પરોઢ ખીલે છે. અંતરના ઊંડાણમાંથી આવતા તેમના ભક્તિરસયુક્ત પદ હ્રદયસ્પર્શી છે.
એક પ્રચલીત માન્યતા મુજબ નરસિંહ મહેતાના ભજનો સાંભળી સાક્ષાત ભગવાન કૃષ્ણ તેમને દર્શન દેતાં હતાં. એટલુજ નહીં પુત્રી કુંવરબાઈનું મામેરું, પુત્ર શામળશાના વિવાહ, સગાળશા શેઠને હૂંડી, શ્રાદ્ધ અને તેમના પર હારની ચોરીનું આળ ચઢાવામા આવ્યું વગેરે પ્રસંગે સ્વયં ભગવાને તેમના વિધ્નો દૂર કર્યા હતાં. આ પ્રસંગોને વર્ણવતી નરસિંહની રચનાઓ ‘શામળશાનો વિવાહ’, હાર’, ‘હૂંડી’, ‘કુંવરબાઇનું મામેરું અને ‘શ્રાદ્ધ’ જેવી રચના મળી છે. આ ઉપરાંત તેમણે ‘શૃંગારમાળા’, ‘ગોવિંદગમન’ અને ‘રાસસહસ્ત્રપદી’ની પણ રચના કરી છે. તેમણે ‘સુદામાચરિત્ર’ની રચના દ્વારા ગુજરાતી આખ્યાન પરંપરાની સ્થાપના કરી હતી જેને પ્રમાનંદે આગળ ધપાવી હતી.
ગુજરાતી ભાષાના સહુપ્રથમ ચિત્રપટ પણ નરસિંહ મહેતા પર બનાવામાં આવ્યું હતું એટલુ જ નહીં ભારતમા કોઇ એક વ્યક્તિના જીવન પર સહુથી વધુ ચિત્રપટ બન્યા હોય તો તે નરસિંહ મહેતા છે.
નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઇ વરસાદ વરસાવ્યો હતો. ભવિષ્યમા તેમના વંશમા થઇ ગયેલા તાના-રિરિ બહેનોએ પણ મલ્હાર રાગ ગાઇ તાનસેનની દેહાગ્નિને શામી હતી. [૧]
[ફેરફાર કરો] સન્માન
ગુજરાત નાં ઘરઘરમાં ગુંજતા પદો, ગુજરાતી ભાષા નાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. જેની શરૂઆત ઈ.સ.૧૯૯૯ થી થઈ છે. આ એવોર્ડ આધકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.
[ફેરફાર કરો] પ્રચલિત ભજનો
* જળ કમળ છાંડી જાને બાળા
* જાગને જાદવા
* ભોળી રે ભરવાડણ
* રાત રહે જ્યાહરે, પાછલી ખટ ઘડી
* ઉઠોને જશોદાના જાયા
* મેહુલો ગાજે ને માધવ નાચે
* વારી જાઉં સુંદર શ્યામ તમારા લટકાને
* વૈષ્ણવ જન તો તેને રે કહીએ
* શ્રી દામોદરના ગુણલા ગાતા
* જશોદા! તારા કાનુડાને
* નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો
* અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
* ભુતળ ભક્તિ પદારથ
* મારી હુંડી સ્વીકારો મહારાજ રે
* ગિરી તળેટી ને કુંડ દામોદર
* ઘડપણ કોણે મોકલ્યું?
* જ્યાં લગી આત્મા તત્વ
* સુખ દુ:ખ મનમા ન આણિયે
* જે ગમે જગત ગુરુ
* ધ્યાન ધર હરિતણું
* એવા રે અમો એવા
* આજની ઘડી રળિયામણી
* જાગીને જોઉં તો
* હળવે હળવે હળવે હરજી
* નારાયણનું નામ જ લેતાં
* પ્રેમરસ પાને
* નાથને નીરખી
* ઊંચી મેડી તે મારા સંતની રે
* નાગર નંદજીના લાલ
* પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
* બાપજી પાપ મેં
* રામ સભામાં અમે
* અમે મહિયારા રે
* કાનજી તારી મા કહેશે પણ અમે
* હે કાનુડા તોરી ગોવાલણ
* પઢો રે પોપટ રાજા રામ ના
* ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ
* આવેલ આશા ભર્યા
* શેરી વળાવી સજ્જ કરું
* કેસર ભીના કાનજી
Edit

No comments:

Post a Comment